કોણ માને છે? વિધાતા હોય છે.
લેખ આકાશે લખાતા હોય છે.
કોણ માને? ઈશ્વરે દુનિયા ઘડી,
જગતમાં પૈસા પૂજાતા હોય છે.
એક પૈસો ના મળે મા બાપ ને,
બાળકો લાખો કમાતા હોય છે.
આંખથી જો ના વહે તો દર્દ ને,
કાગળે ઢોળી શકાતા હોય છે.
વાત ખોટી, કે લકીરો જોઇને,
ભાગ્યના લેખો કળાતા હોય છે.