ખુશીના આંસુ
સુધા એક ખૂબ જ સરળ સ્વભાવ ધરાવતી અને બીજા સાથે તરત જ હળી મળી જતી હતી. કોલેજ પૂર્ણ થતાં સુધાના માતા પિતા સુધાંશુ ને યોગ્ય પાત્ર સમજીને તેમની સાથે સુધા ના લગ્ન કરી દે છે. સુધાનો સરળ સ્વભાવ સુધાંશુ ના આકરા સ્વભાવમાં ઘણા ખરા પરિવર્તનો લાવી દે છે. બંને ખૂબ જ સુખરૂપ રીતે પોતાનું જીવન પસાર કરતા હોય છે પરંતુ લગ્નના આઠ વર્ષ પછી પણ તેમના ઘરે પારણું બંધાયું હોતું નથી. સુધા આ એક વાતથી ઉદાસ રહેવા લાગે છે તે જયા પણ પ્રસંગમાં જાય છે સમાજના અન્ય લોકો ના મહેણા થી તે ત્રાસી જાય છે . ઘણી વખતે સુધાંશુ આ બાબત પર કંઈક કરવા માટે કહે છે પરંતુ સુધાંશુ પણ લાચાર હોય છે દર વખત ના ડોક્ટર રિપોર્ટમાં સુધાંશુ માં રહેલી ખામી નડી જાય છે સુધા એક પણ મંદિર બાકી નથી રાખતી કે જ્યાં તેણે પોતે માનતા માની ન હોય. હવે સુધાને દરેક સ્થળે થી નિરાશા જ મળે છે.તે ખૂબ જ હતાશ થઈ જાય છે.અને ત્યારબાદ તે પંજાબ માં આવેલ સુવર્ણ મંદિર ની યાત્રા પર જાય છે.અને ત્યાં પણ એ જ દુઆ માંગે છે કે જે ની તેને અભિલાષા છે.
થોડા સમય બાદ ડોક્ટરી તપાસ અંતર્ગત થોડા નવા રિપોર્ટ કરાવવાનું કહે છે. અને તેના થોડા દિવસો બાદ હોસ્પિટલમાંથી ફોન આવે છે સાંભળીને સુધાની આંખો હર્ષ ઉલ્લાસ થી છલકાઈ જાય છે કે તેના રિપોર્ટ positive છે...