આજે વિશ્વ યુગલ દિવસ છે. સંસારની આ સૃષ્ટિને સદાય જીવંત રાખવામાં પરમાત્માએ નર અને નારીને સત્તાની કમાન સોંપી છે. યુગલ અને આંતરરાષ્ટ્રીય દિવસ એ ગણતરી તો કેમ થઈ એ ખબર નથી પણ જગતને જીવંત રાખીને સમાજ જીવનનો ધબકાર તો યુગલ જ છે. પરસ્પરના પ્રેમ અને સમજણશક્તિનો સમન્વય એટલે દામ્પત્ય જીવનપથ.એક બીજાના સુખે સુખી અને દુખે દુખીના કદમ તાલ મિલાવતાં, હુંફમાં રહીને, જોજનો લાંબી મંઝીલ કાપીને જૈફ અવસ્થાએ એક બીજાના પગના નખ કાપી દેતા યુગલને જોઈને કવી દામ્પત્ય જીવનને ચારધામ યાત્રાથી વિશેષ પુણ્ય ગણે છે.😄😄 હરિ 🕉🙏