મકાન બનાવટમાં વાસ્તુના નિયમોનો ભંગ છતાં રહી શકશો સુખી, જો રાખશો આટલું ધ્યાન
વાસ્તુ શાસ્ત્રના નિયમો પ્રમાણે સામાન્ય રીતે મકાન બનાવવામાં આવે છે. આમછતાં મોટાં શહેરોમાં કુદકેને ભૂસકે વધતી જનસંખ્યાને પગલે આડેધડ બનતતા મકાનો અને તેમાં અનેક કારણોસર રહેવા મજબૂર બનતા લોકો માટે આ વાસ્તુ ટિપ્સ અતિ મદદગાર સાબિત થઈ શકે છે. જો મકાનમાં કેટલાંક ઉપયોગી નિયમોનું પાલન કરવામાં આવે તો વાસ્તુદોષમાંથી મહદઅંશે રાહત મળે છે. તેમાં ખાસ કરીને રહેવા, જમવા અને સૂવાની બાબતોમાં જો કેટલાંક નિયમો પાળવામાં આવે તો વાસ્તુદોષના ફળને નિવારવામાં સફળતા મળે છે. આજે જાણો આ વિશેના કેટલાંક નિયમો વિશે….
કરો આ નિયમોનું પાલન અને રાખો વાસ્તુદોષ દૂર
1. પથારીમાં બેસીને જમવું ન જોઈએ, સંધ્યા સમયે પથારીનો ત્યાગ કરી દેવો જોઈએ.
2. વ્યક્તિ પોતાની દિનચર્યામાં પણ કેટલાક નિયમોનું પાલન કરે તો જીવનમાં સુખ-શાંતિ રહે છે.
3. વાસ્તુ અનુસાર વ્યક્તિની સૂવાની રીત પણ તેના જીવનને પ્રભાવિત કરે છે. સૂવામાં થતી કેટલીક ભુલના કારણે જીવનમાં નકારાત્મક પ્રભાવ વધી શકે છે.
4. બેડરૂમની વ્યવસ્થામાં સૌથી પહેલાં એ વાતનું ધ્યાન રાખવું કે બેડની ઉપર ઘડિયાળ ન લટકાવવી, આમ કરવાથી તેની નીચે સૂતેલી વ્યક્તિ હંમેશા ચિંતામાં રહે છે. સૂતી વખતે ઘડિયાળ નીચે માથું રહે તે રીતે ક્યારેય ન સૂવું. ઘડિયાળ બેડની ડાબી અથવા જમણી તરફ જ લગાવવી જોઈએ. કે પછી સામે લગાવવી જોઈએ.
5. બેડ પર પાથરવાની ચાદર રંગ-બેરંગી ન હોવી જોઈએ. તેની ડિઝાઈન પણ સાદી હોવી જોઈએ. વિચિત્ર ડિઝાઈન અને ભડકીલા રંગના કારણે વ્યક્તિમાં ઉચાટ વધારે છે. બેડ પર ક્યારેય કાળા રંગની ચાદરનો ઉપયોગ ન કરવો જોઈએ.
6. બેડરૂમમાં ક્યારેય મૃત પૂર્વજોના ફોટા ન લગાવવા જોઈએ. સૂતી વખતે રૂમમાં અંધારું ન કરવું જોઈએ. રૂમમાં ગુલાબી કે અન્ય કોઈ હળવા રંગની લાઈટ અવશ્ય ચાલું રાખવી. આ સિવાય બેડની વ્યવસ્થા એવી રીતે ન રાખવી કે સૂતી વખતે પગ દરવાજા સામે આવે.
7. ક્યારેય બે વેળાના મિલનકાળે ન જમવું જોઈએ. કે સંધ્યાકાળે પણ ન જમવું જોઈએ.
8. ઘરમાં નિત્ય સંધ્યાટાળે દિવા કરવા જોઈએ.
9. ઘરમાં ક્યારેય ઉત્તરદિશામાં માથુ રાખીને ન સુવું જોઈએ
10.ઘરમાં ટોયલેટ-બાથરૂમ કે પાણીયારું સ્વચ્છ રાખવા જોઈએ અને બાથરૂમનો દરવાજો હમેંશા બંધ રાખવો જોઈએ. નહિ તો નકારાત્મક શક્તિઓ હાવી રહે છે.