જ્યારે પાનખર પછી વસંત મ્હોરે છે.
માસુમ દિલને અચાનક એ સાંભરે છે.
હજુયે એની આંખ માંથી પ્રેમ નીતરે છે.
રેત પર હજુયે એ મારુ નામ ચીતરે છે.
શોધો નહિ એને તમે મારી ગઝલ માં,
વ્યર્થ છે પ્રયસો એતો દિલની ભીતરે છે.
ખેવના હતી મને એના સહારે તરવાની.
‘ઈશ્ક’હવે કોઇના નામે કોઇ ક્યાં તરે છે!