Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શનિથી વધુ કષ્ટકારી હોય છે રાહુ કેતુ દશા, આ ઉપાય અજમાવો મુશ્કેલીઓ થશે દૂર

રાહુ અને કેતુ એ પાપ ગ્રહ છે. રાહુ કેતુ શનિની જેમ જ અનિષ્ટ પરિણામ આપે છે. કુંડળીમાં જો રાહુ કેતુની સ્થિતિ અશુભ હોય તો વ્યક્તિને ઘાતક પરિણામો ભોગવવા પડે છે. જે પણ વ્યક્તિ રાહુની ચપેટમાં આપી જાય છે તેને તમામ પ્રકારની મુશ્કેલીઓથી લડવું પડે છે. તો કુંડળીમાં રાહુની શુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિ રંકમાંથી પણ રાજા બની જાય છે. આવો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાહુ અને કેતુ વિશે વધુ જાણીએ.

જો રાહુ કુંડળીમાં શુભ ફળ કરતો હોય તો વ્યક્તિ રાજનેતા બને છે. કે સરકારમાં કોઈ ઉચ્ચ પદે આરુઢ થાય છે. વ્યક્તિના માન સન્માનમાં વધારો થાય છે. જો કુંડળીમાં રાહુ કેતુ શુભ સ્થાન પર હોય તો વ્યક્તિ ધર્મની તરફ ઝુકેલો જોવા મળે છે.

કુંડળીમાં રાહુ શત્રુ ક્ષેત્રીય હોય તો અશુભ પ્રભાવ આપે છે. આ ઉપરાંત કુંડલીમાં જો રાહુ દુષિત થતો હોય તો વ્યક્તિ ધર્મ કર્મ છોડીને ખોટાં રસ્તે આગળ વધી જતો જોવા મળે છે. ખાણીપીણીની આદતો પણ બગડી જાય છે.

બુધ પરમ મિત્ર છે. એ ઉપરાંત શુક્ર અને શનિ રાહુના મિત્ર માનવામાં આવે છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર રાહુના શત્રુ માનવામાં આવે છે. મંગળ અને ગુરુનો રાહુ સાથે સમ સંબંધ માનવામાં આવે છે.

જો કુંડળીમાં રાહુ ચોથે, આઠમે કે બારમે હોય તો અશુભ ફળ આપે છે. કુંડળીમાં સૂર્ય ચંદ્ર, મંગળ લગ્નના માલિક હોય તો રાહુ અશુભ ફળ આપે છે. કુંડળીમાં જો શનિ, શુક્ર કે બુધનું લગ્ન હોય તો રાહુ શુભ ફળ આપે છે.
કરો આ ઉપાય

જ્યોતિષશાસ્ત્રમાં એવું વિધાન છે કે જો રાહુ કેતુ બહુ નડતા હોય તો વ્યક્તિએ પોતાના કાન વિંધાવવા જોઈએ. તેમાં સોનાનો તાર 43 દિવસ સુધી પહેરી રાખવો જોઈએ. આમ કરવાથી રાહુનું ખરાબ ફળ મળતું બંધ થઈ જાય છે.

કોઈ પણ ભૈરવ મંદિરમાં રવિવારે તેલનો દીવો કરવો. બજરંગ બાણ કે હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરવો. સાથે જ દર સોમવારે શિવલિંગ પર જળ ચઢાવવું. શનિવારે કાળા કાંબળાનું દાન કરવું. આમ કરવાથી રાહુ દોષમાં રાહત મળે છે. કૂતરાને રોટલી, પક્ષીઓએને દાણા અને બ્રાહ્મણને ભોજન કરાવો. લોખંડનું દાન કરવાથી નિશ્ચિત રૂપે રાહુની કષ્ટી દૂર થાય છે.

રાહુની મહાદશામાં અંતરદશા

રાહુ એક રાશિમાંથી બીજી રાશિમાં આશરે 18 મહીના રહ્યાં પછી જાય છે. જ્યારે રાહુ મહાદશાનો સમયગાળો 18 વર્ષનો હોય છે. તો રાહુની અંતરદશા 2 વર્ષ અને 8 મહીનાની હોય છે.

રાહુનો કુંડળીમાં બીજ મંત્ર

કુંડળીમાં રાહુના પ્રભાવને ઓછો કરવા માટે રાહુના બીજ મંત્ર ॐ ભ્રાં ભ્રીં ભ્રૌં સઃ રાહવે નમઃનો 108 વાર જાપ કરવો જોઈએ.

રાહુનું રત્ન અને દિશા

ગોમેદ એ રાહુનું રત્ન માનવામાં આવે છે. રાહુની દશા દક્ષિણ પશ્ચિમ માનવામાં આવે છે.

રાહુ મિથુન રાશિમાં ઉચ્ચનો અને સ્વગૃહી બને છે. તો ધનનો રાહુ નીચનો બને છે. રાહુ કર્મ ફળનો કારક માનવામાં આવે છે. ભાંગતોડ – નવસર્જનનો કારક માનવામાં આવે છે. રાહુના ફળમાં શિવપૂજા કરવાથી રાહત મળે છે. લાભ પણ થાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111337407
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now