શંખની પૂજા આ વિધિથી કરી ઘરમાં કરવી સ્થાપના, ધનની ખામી થશે દૂર
શાસ્ત્રોનુસાર દક્ષિણાવર્તી શંખનું ખૂબ મહત્વ હોય છે. આ શંખની ઘરમાં સ્થાપના કરી અને વિધિ-વિધાનથી પૂજા કરવાથી એવા લાભ થાય છે જેની કલ્પના પણ કોઈએ ન કરી હોય. દક્ષિણવર્તી શંખ જે ઘરમાં હોય તે ઘરમાં ધનની ખામી રહેતી નથી. આ શંખને ઘરમાં ખાસ વિધિ કરીને રાખવો જોઈએ. આ વિધિ કર્યા પછી ઘરમાં રાખેલો સામાન્ય શંખ પણ ધન લાભનું કારણ બની જશે. આ વિધિ કર્યા વિના ઘરમાં રાખેલો શંખ નિષ્ક્રિય રહે છે.
શંખની પૂજા વિધિ
શંખની પૂજા કરવા માટે એક લાલ કપડું લેવું તેની ઉપર શંખ એવી રીતે રાખવો કે તેમાં ગંગાજળ ભરી શકાય. જી હાં શંખને લાલ કપડા પર રાખી તેમાં ગંગાજળ ભરવાનું હોય છે. ત્યારબાદ એક આસન પર બેસી અને અહીં આપેલા મંત્રની પાંચ માળા કરવી. ” ૐ શ્રી લક્ષ્મી સહોદરાય નમ: “. આ પૂજા વિધિ એકદમ સરળ છે. સપ્તાહના કોઈપણ દિવસે તેને કરી શકાય છે. આ પૂજા વિધિ બ્રહ્મ મુહૂર્તમાં જ કરવી. પૂજા વિધિ કર્યા બાદ શંખની સ્થાપના ઘરના મંદિરમાં કરવી.
દક્ષિણાવર્તી શંખથી થતા લાભ
– દક્ષિણવર્તી શંખને જો તિજોરીમાં રાખવામાં આવે તો ધનમાં વૃદ્ધિ થાય છે. જો અન્ન સંગ્રહ કરતાં હોય ત્યાં રાખો તો ધાન્યની ખામી રહેતી નથી.
– જો કોઈ વ્યક્તિ માનસિક ચિંતાઓથી ઘેરાયેલી રહેતી હોય તો તેના બેડરૂમમાં શંખ રાખવાથી લાભ થાય છે. આ શંખ સકારાત્મક ઊર્જા ફેલાવે છે.
– સપ્તાહમાં એકવાર ઘરમાં શંખમાં ગંગાજળનો છંટકાવ કરવો. આ ઉપાયથી તંત્ર-મંત્રની નકારાત્મક અસરો દૂર થશે.
– જે ઘરમાં પૂજામાં શંખ રાખેલો હોય છે ત્યાં ક્લેશ થતો નથી.
– ધન સંબંધિત સમસ્યા જેને નડતી હોય તેણે ઘરમાં શંખ અચૂક રાખવો.