Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમામને પ્રિય હોય છે જિંદગી, પણ એક દિવસે બધા વૃદ્ધ થાય જ છે : આવી જ 5 અન્ય વસ્તુઓ સાથે ન રાખવો જોઈએ લગાવ

ઘણી વસ્તુઓ એવી હોય છે, જે મનુષ્યને ખૂબ જ પ્રિય હોય છે. જેને મેળવવા માટે કે એના પર હંમેશા અધિકાર જાળવી રાખવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે, પરંતુ સમય આવતા તે વસ્તુઓ એનાથી દૂર થઈ જ જાય છે. શુક્રનીતિમાં એવી જ 6 વસ્તુઓ વિશે કહેવામાં આવ્યું છે, જેને હંમેશા પોતાની પાસે રાખવી કોઈની પણ માટે સંભવ નથી.

यौवनं जीवितं चित्तं छाया लक्ष्मीश्र्च स्वामिता।
चंचलानि षडेतानि ज्ञात्वा धर्मरतो भवेत्।।

યૌવન એટલે કે જવાની

તમામ લોકો ઈચ્છે કે તેનું રૂપ-રંગ હંમેશા એવું જ બની રહે. તે ક્યારેય વૃદ્ધ ના થાય. પરંતુ આવું થવું શક્ય નથીપ્રકૃતિનો નિયમ છે કે એક સમય પછી કોઈની પણ યુવા અવસ્થા તેનો સાથ છોડી દે છે. યુવાન દેખાવા માટે મનુષ્ય કેટલાય પ્રયત્ન કરી લે, પણ એવું થઈ શકતું નથી.

લક્ષ્મી એટલે કે ધન

તમામ માણસ ઈચ્છે છે કે તેની પાસે ધન-સંપત્તિ અને જીવનની તમામ સુખ સુવિધા હોય. ઘણા લોકો ધન સાથે પોતાનો મોહ બાંધી લે છે. તેઓ ઈચ્છે છે કે ધન હંમેશા તેની પાસે રહે, પણ આવું થવું સંભવ નથી. મનની જેમ જ ધનનો સ્વભાવ પણ ખૂબ ચંચળ હોય છે. તે દરેક સમયે કોઈ એક જગ્યાએ કે કોઈ એક પાસે ટકતું નથી. એટલા માટે ધન સાથે મોહ રાખવો યોગ્ય નથી.

પ્રભત્વ એટલે કે અધિકાર

કેટલાંક લોકોને પાવર એટલે કે અધિકાર મેળવવાનો શોખ હોય છે. તેઓ ઈચ્છે છે કે તેમને મળેલું પદ કે અધિકાર આખી જિંદગી તેની સાથે રહે. પણ આવું થવું સંભવ નથી. જે રીતે પરિવર્તન સંસારનો નિયમ છે, એવી જ રીતે પદ અને અધિકારનું પરિવર્તન પણ સમય-સમય પર જરૂરી છે. એટલે કે પોતાના વર્તમાન પદ અથવા પાવરને હંમેશા પોતાની પાસે જ રહે એવી ઈચ્છા મનમાં આવવા દેવી જોઈએ નહીં

જીવન

જન્મ અને મૃત્યું મનષ્યના જીવનના અભિન્ન અંગ છે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યું પણ નિશ્ચિત છે. કોઈ પણ માણસ ગમે તેટલી પૂજા કરી લે અથવા દવાઓનો આશરો લે, પરંતુ એક સમય પછી તેનું મૃત્યું નિશ્ચિત છે. એટલા માટે પોતાના કે સંબંધીના જીવનના મોહ સાથે બંધાવું સારી વાત નથી.

પડછાયો

મનુષ્યનો પડછાયો તેનો સાથ ફક્ત ત્યારે જ આપે છે, જ્યારે તે તડકામાં ચાલે છે. અંધકાર આવતા જ મનુષ્યનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે. જ્યારે મનુષ્યનો પડછાયો દરેક સમયે તેનો સાથ આપતો નથી ત્યારે કોઈ અન્ય વ્યક્તિ પાસે પણ એ વાતની આશા ન રાખવી જોઈએ તે દરેક સમયે દરેક સ્થિતિમાં તેનો સાથ આપે.

મન

કોઈનું પણ મન ખૂબ ચંચળ હોય છે. આ માણસની પ્રકૃતિ છે. ઘણા લોકો પ્રયત્ન કરે છે કે તેનું મન તેના કાબૂમાં રહે, પરંતુ ક્યારેક ને ક્યારેક તેનું મન કાબૂથી બહાર થઈ જાય છે. કેટલાંક લોકોનું મન ધનમાં હોય છે તો કેટલાંક લોકોનું મન પોતાના પરિવારમાં હોય છે. મનને સંપૂર્ણ રીતે કાબૂમાં કરવું ખૂબ જ મુશ્કેલ છે. જોકે યોગ અને ધ્યાનથી એક હદ સુધી મન પર કાબૂ મેળવી શકાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111336181
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now