Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાહુનું નંગ ગોમેદ ધારણ કરતાં પહેલાં સો વાર વિચારવું, નહિં તો થાય છે હાનિ

અનેક વાર ગ્રહ નડતર હોય તો જે તે ગ્રહનો નંગ પહેરવામાં આવે છે. જો કે રાહુ અને કેતુ એવા ગ્રહો છે કે જેનું રત્ન પહેરતાં પહેલાં સો વાર વિચાર કરવો જોઈએ. ઘણાં કિસ્સામાં રાહુ અને કેતુના નંગ ફાયદો કરાવવાને બદલે નુકસાન કરાવે છે. જો તમે રાહુથી પરેશાન હોય તો સારા જ્યોતિષીની સલાહ લો. જો તે કહે તો તો જ રાહુનું નંગ ધારણ કરવું. કુંડળીમાં રાહુ સંબંધિત વિશેષ યોગ બને ત્યારે જ ગોમેદ રત્ન ધારણ કરી શકાય છે. જો રાહુના નંગની વાત કરીએ તો…

1. રાહુનું રત્ન ગોમેદ ચમકદાર અને ચિકાશવાળું હોય છે. રાહુના પ્રકોપથી બચવા માટે ગોમેદ ધારણ કરવામાં આવે છે.

2. મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન, મીન રાશિ કે લગ્ન ધરાવતી વ્યક્તિએ રાહુનું નંગ ન પહેરવું હિતાવહ નિવડે.

3. જે વ્યક્તિની રાશિ અથવા લગ્ન મિથુન, તુલા, કુંભ અથવા વૃષભ હોય એવા લોકો ગોમેદ પહેરી શકે છે. કુંડળીમાં જો રાહુ કેન્દ્રમાં બિરાજમાન હોય અથવા તો 1, 4, 7, 10માં ભાવમાં હોય તો પણ ગોમેદ ધારણ કરી શકાય છે. જો રાહુ બીજા, ત્રીજા, નવમા અથવા અગિયારમાં સ્થાનમાં હોય તો ગોમેદ પહેરવાથી લાભ થાય છે.

4. રાહુ જો પોતાની રાશિથી છઠ્ઠા અથવા આઠમા ભાવમાં હોય તો ગોમેદ પહેરવાથી લાભ થાય છે. જો રાહુ શુભ ભાવનો સ્વામી હોય અને છઠ્ઠા અથવા આઠમા ભાવમાં હોય તો ગોમેદ પહેરવાથી ચમત્કારી લાભ થાય છે. આ સિવાય રાહુ પોતાની નીચ રાશિ અર્થાત ધન રાશિમાં હોય તો ગોમેદ પહેરી શકાય છે. રાહુ મકર રાશિનો સ્વામી છે તેથી આ રાશિના જાતક ગોમેદ પહેરી શકે છે. શુક્ર, બુધ સાથે જો રાહુની યુતિ હોય તો ગોમેદ પહેરવાથી લાભ થાય છે.

5. ગોમેદ શનિવારે ચાંદી અથવા અષ્ટધાતુમાં જડાવી અને સાંજના સમયે વિધિ અનુસાર પહેરવો જોઈએ. ગોમેદનું વજન 6 રતિથી ઓછું ન હોવું જોઈએ. તેને પહેરતાં પહેલાં 108 વખત “ऊं रां राहवे नम:” મંત્રનો જાપ કરવો. આ મંત્ર જાપથી ગોમેદ જાગૃત થાય છે અને શુભફળ આપે છે. આ વીંટીને મધ્યમા(સૌથી લાંબી) આંગળીમાં જ ધારણ કરવી.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111336148
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now