દોસ્તીને નામ..
વસંત કેરા વાયરાને કદી પાનખર સ્પર્શે ના,
શ્વાસ છોને છૂટે બસ સાથ તારો છૂટે ના..
નિસ્વાર્થ સબંધ જોડ્યો લાગણીના તાંતણે
વહેવું પ્રેમપ્રવાહમાં નાવ કદી આ ડૂબે ના..
સોનેરી સવારથી લઈ રઢિયાળી રાત તું મારી
ચમકતા આ ચાંદલિયાને ગ્રહણ કોઈ નડે ના..
સાંપડે નિરાશા કદીક તો હિંમત થઈ ઉગારે
જિંદગી જો મુજ આંખથી અશ્રુ કદી સરે ના..
લાડ પ્યાર સ્નેહ સોગાતનો મધમધતો બાગ આ
કરું પ્રાથના ઈશ્વર તુજને જોજે કદી મુરજાય ના..
માનસી પટેલ "માહી"