થાળીમાં ક્યારેય કેમ નથી પીરસવામાં આવતી ત્રણ રોટલી, કારણ જાણશો તો આ ભૂલ નહી કરો
આપણે ત્યાં અન્નને ખુબજ પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે તમે જેવુ ભોજન ગ્રહણ કરો તેવા જ તમારા વિચારો તેવા જ હોય છે. આથી જ તો કહેવાય છે કે અન્ન તેવો ઓડકાર. આપણે ત્યાં ભોજન કેવી રીતે બનાવવું કેવી રીતે પીરસવુ તેના ખાસ નિયમો ગુંથી લેવામાં આવ્યા છે જેને અનુસરીને આપણે જીવન મંગલમય બનાવી શકશો.
આપણે પારંપરીક રીતે ભોજનને જમીન પર આસન પાથરી પલાંઠી વાળી તેના પર બેસી જમણા હાથે જમવાનું તેના નિયમો દર્શાવવામાં આવ્યા છે. તમે આ વાત પર જરૂર ધ્યાન રાખ્યું હશે કે થાળીમાં ક્યારેય એક સાથે ત્રણ રોટલી રાખવામાં નથી આવતી. શું તમને ક્યારેય આનું કારણ જાણવાની ઇચ્છા થાય છે ખરી? તો આજે જાણીએ કે શા માટે એક સાથે ત્રણ રોટલી કેમ પીરસાતી નથી.
જ્યોતિષ શાસ્ત્રમાં ત્રણ નંબર અશુભ
પ્રાચીન સમયથી 3 રોટલીઓ એક સાથે ન પીરસવાની માન્યતા ચાલી આવી છે. પરંપરા અનુસાર 3નો અંક અશુભ માનવામાં આવે છે. 3 નંબર વિશેની આ માન્યતાને લઈને જ કોઈપણ શુભ કાર્યમાં 3 નંબરને દુર રાખવાનો પ્રયાસ કરાય છે. પુજાની થાળી કે હવન જેવા કાર્યોમાં 3 વસ્તુઓને એક સાથે નથી રાખવામાં આવતી.
આ ઉપરાંત 3 અંક આવતી તિથિઓમાં શુભ કાર્યો કરવામા આવતા નથી. આ જ કારણ છે કે થાળીમાં ક્યારેય એક સાથે 3 રોટલીઓ પીરસવામાં આવતી નથી.
ત્રણ રોટલીઓનો સબંધ મૃત વ્યક્તિ સાથે હોવાની માન્યતા
માન્યતા છે કે 3 રોટલીનો સબંધ મૃત વ્યક્તિ સાથે છે. કહેવાય છે કે 3 રોટલી એક સાથે આપવી એ કોઈ મૃત વ્યક્તિને ભોજન દેવા સમાન છે. માન્યતા અનુસાર કોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ ત્રીજા દિવસે મૃતકને ભોજન તરીકે 3 રોટલીઓ અર્પણ કરાય છે. આ રોટલીઓને માત્ર બનાવનાર જ જોવે છે. આમ, ભારતીય સંસ્કૃતિ અનુસાર 3 રોટલીને મૃતકોનું ભોજન માનવામા આવે છે.