Gujarati Quote in Story by Nikunj Gupta

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે પાછા તેઓ એકલા આવ્યા હતા ક્લિનિક પર.. તે જ થાકેલા કદમ અને કરચલી વાળો ચેહરો. પોતાની બીમારી સાથેની લાંબી લડાઈ ક્યારેય પણ તેમની હિંમત ની સામે આવી નહિ. કન્સલ્ટીંગ રૂમ માં આવી પોતાની ફાઈલ મારા હાથ માં પકડાવી, મેં ફરીથી આજે તે જ સવાલ કર્યો જે છેલ્લા ૬ મહિના થી કરું છું...



"બા આજે પણ એકલા આવ્યા છો, કોઈ સાથે નથી આવ્યું?"



અને તેમનો તે જ જવાબ!



"નહિ બેટા, મને શું થયું છે કે કોઈ ને પરેશાન કરું.."



ઘણી સહજતા થી તેઓ પોતાના પુત્ર નો બચાવ કરી લે છે. અનુભવ છે કદાચ તેમને દરેક દુઃખ છુપાવાનો. દર વખતે મારા મન માં આ એક સવાલ આવે છે, બીમારી થી લડી રહી પોતાની માં માટે શું તે કરોડો નો બિઝનેશ કરતા પુત્ર પાસે આટલો પણ સમય નથી..



એક તો ઢળતી ઉંમર, લોહી ની ઉણપ ને કારણે કમજોર પડી ગયેલું શરીર, કેન્સર ની જીવલેણ બીમારી... સારી રીતે ચાલી પણ નથી શકતા હવે તો, તો પણ ઘણા ઉત્સાહ થી આવે છે તેઓ દર વખતે.



આજે તેમની તપાસ કરતો હતો તો બોલ્યા



"સ્વતંત્રતા દિવસ ની શુભકામના દીકરા, બધા આઝાદ છે મને ક્યારે આઝાદી મળશે?"



મેં કહ્યું



"આવું ના બોલાય તમે સારા થઇ જશો"



તેઓ હસી ને બોલ્યા



"બેટા, મારવાની વાત નથી કરી મેં, હું શું કામ મરું? સારું થવું છે મારે પૌત્રી ના લગ્ન પેહલા. નહીતર આ કેન્સર ને લીધે મુરઝાયેલા શરીર થી શરમાવું પડશે મારા પુત્ર અને વહુ એ. લગ્ન નો માહોલ છે ઘર માં, મારે તો સારું થવું છે, પૌત્રી ના લગ્ન માં મદદ કરવી છે.."



મારી આંખો માં આજે પાછા આંસુ આવી ગયા, હજારો સવાલો હતા મારા મનમાં. દર વખતે હું હારી જાવ છું એમના જેવી હિંમત ક્યાંથી લાવ?



ઘોર અંધારા માં પણ અજવાળું દેખાય છે, બંધ ગુફામાં પણ રસ્તો દેખાય છે, આવા માતૃત્વ થી ભરેલો સ્નેહ અને નિસ્વાર્થ પ્રેમ અને આવી બુલંદીઓ ને ફરી થી મારા પ્રણામ..

Gujarati Story by Nikunj Gupta : 111332001
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now