કોરા કાગળ જેવું જીવન અનુભવાય છે મને
કોક આવીને રંગ પુરી જાઓ હવે
જે રંગ, જેવો રંગ જે તમને ગમે
બસ આવીને એ રંગો પુરી જાઓ હવે....
મધ્ય વસંત માં જાણે પાનખર ચાલતી હોય
આવો વ્યાકુળ આભાસ થાય છે મને
કોઈક આવીને રંગ પુરી જાઓ હવે
જે રંગ જેવો રંગ જે તમને ગમે
આવીને એ રંગ બસ પુરી જાઓ હવે...