કોઈનું નામ, તો કોઈનું નામ બોલે છે !
અહીં અલ્પજ્ઞાનીનું અભિમાન બોલે છે !
બારક્ષરી ભીખની બોલે શેઠ મંદિર મહીં,
બહાર સત્ પામી સાધુ હરિનામ બોલે છે !
આરોપનામા મંડાયા આ મહેફિલમાં ત્યાં,
ગુન્હેગાર છું હું એમ હુસ્નેજામ બોલે છે !
એવો શો કસુંબો પાયો હિમ્મત કેરો "મયુર"
છુપાઈને નહીં એ તો સરેઆમ બોલે છે !