અનોખો અભરખો....!
હમમમમ ઘડપણ
આવ્યું ને બાળપણ લાવ્યું ...
ભાવે સિરો ને રાબ...
ખાવા હોય સેવ ને ફાફડા..
જલેબી તો કેમ મુકાય..।
પણ ત્યાંતો બા બાપુ...
ભૂલ્યા ડોક્ટરે કરી મનાય..
મો વિકાસી જોતા રહ્યા..।
માંહ્યલો જીવ હશે રે...
બહુ ખાધુ કહી વળ્યો પાછો..
સિનેમા જોવા જાતા જોઈ..
જીવ કરે હાલ ડોશીને ગમે
લઈ જાઉ તો કહે તમ...
જોવા લાયક નથી ઈતો...
માંહ્યલો જીવ હશેરે...
બહુ જોયા કહી વાળ્યો પાછો..
દીકરા દીકરી ન સમજ્યા
પૌત્ર પૌત્રી ન સમજ્યા
દોહિત્ર દોહિત્રી ન સમજ્યા..
ખાટલે બેસી રહો ને...
કહી નિકળી પડ્યા...
ઘર ખાલી પડ્યુ ને ...ત્યાતો
વરસ્યો મેઘ ને..
ડોશી કહે ચાલો ડોશા..જી
હવે સાથે સાથે ભીંજાઈએ
જીંદગી નો રહ્યો અરમાન
એક બાકી પૂર્ણ કરીએ રે...
ખૂબ મન મૂકી ભીંજાયા ને...
અહીં બન્ને થયા એકમેકના..
હવે ભલે આવે તેડું ...
માંહ્યલો જીવ હસ્યોરે..
હવે...
ન રહ્યા કોઈ અભરખા રે...!
જયશ્રી.પટેલ
૩/૬/૧૮