કુંડળીમાં રહેલા નબળાં ગ્રહોને આ મંત્રજાપ કરી કરો બળવાન, મનોકામના સિદ્ધ થશે
ગ્રહોનાં બીજ મંત્ર ખૂબજ શક્તિમાન હોય છે. જ્યોતિષમાં નવ ગ્રહ જણાવ્યા છે. આ નવ ગ્રહ છે સૂર્ય, ચંદ્દ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ.શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, કોઇપણ મંત્રની શક્તિ તેનાં બીજ મંત્રમાં સમાયેલી હોય છે.આ મંત્રોથી અશુભ ગ્રહો પણ શુભ થઇ જાય છે. ગ્રહોની શાંતિ માટે આ બીજ મંત્ર કારગાર સાબિત થાય છે. ગ્રહનાં બીજ મંત્રથી જીવનમાં આવનારી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઇ જાય છે.
9 ગ્રહમાંથી કોઈ એક ગ્રહ પણ અશુભ સ્થિતિમાં હોય તો માણસને પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. અશુભ ગ્રહના ખરાબ અસરને ઓછા કરવા માટે તે ગ્રહના મંત્રનો જાપ કરવો જોઈએ. બધા 9 ગ્રહના જુદાજુદા મંત્ર જણાવ્યા છે. અહીં જાપ કયાં ગ્રહ માટે ક્યાં મંત્રનો જાપ કરવા જોઈએ.
ૐ સૂર્યાય નમ:
આ મંત્રનો જાપ કરવાથી સૂર્યના દોષ ઓછા થાય છે. દરરોજ સવારે સૂર્યોદય સમયે 108 વખત આ મંત્રનો જાપ કરવો.
ૐ સોમાય નમ:
આ મંત્રનો જાપ કરવાથી ચંદ્રના દોષ ઓછા થાય છે. સંધ્યા કાળ સમયે 108 વખત આ મંત્રનો જાપ કરવો.
ૐ ભૌમાય નમ:
આ મંત્રનો જાપ કરવાથી મંગળના દોષ ઓછા થાય છે. દરરોજ સવારે 108 વખત આ મંત્રનો જાપ કરવો.
ૐ બુધાય નમ:
આ મંત્રનો જાપ કરવાથી બુધના દોષ ઓછા થાય છે. આખા દિવસમાં ગમે તે સમયે આપ આ મંત્રનો 108 વખત જાપ કરી શકો છો.
ૐ બૃહસ્પતે નમ:
આ મંત્રનો જાપ કરવાથી ગુરૂ ગ્રહના દોષ ઓછા થાય છે. દરરોજ સંધ્યાકાળે 108 વખત આ મંત્રનો જાપ કરવો.
ૐ શુક્રાય નમ:
આ મંત્રનો જાપ કરવાથી શુક્ર ગ્રહના દોષ ઓછા થાય છે. સૂર્યોદય સમયે આ મંત્રનો 108 વખત જાપ કરવો.
ૐ શનૈશ્ચરાય નમ:
આ મંત્રનો જાપ કરવાથી શનિના દોષ ઓછા થાય છે. સંધ્યાકાળ સમયે 108 વખત જાપ કરવો.
ૐ રાહવે નમ:
આ મંત્રનો જાપ કરવાથી રાહુના દોષ ઓછા થાય છે. મંત્રનો દરરોજ રાત્રે 108 વખત જાપ કરવો.
ૐ કેતવે નમ:
આ મંત્રનો જાપ કરવાથી કેતુના દોષ ઓછા થાય છે. મંત્રને રાત્રીનાં સમયે 108 વખત જાપ કરવો.