Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શુ તમારો પતંગ ધાબાની બહાર પણ નથી જતો ???

શુ તમારે ધાબે ડાફેરાં મારતા ખાલી બોર ને ચીક્કી ખાવી પડે છે ??

તો આજે જ જોડાવો 5 દીવસમાં પતંગ ચગાવવાના કોર્સમાં!

કોર્સમાં નીચે મુજબનુ શીખવવામાં આવશે

1. ઠુમકા મારતા , શુન વાળી કીન્ના બાધતા
2. પતંગ નો ઢઢો મચેડતા, નમણીયુ બાધતા
3. ભાતથી ફાટેલ પતંગ સાધતા
4. પુછડીયો પતંગ બનાવતા,
5. ઢીલથી પેચ લેતા, ખેચીને પેચ લેતા
6. એક હાથે ફીરકી પકડીને પતંગ ચગાવતા

ડબલ ફી આપી એડવાન્સ લેવલ કોર્સમાં આપને

1. ફીરકી પકડવાવાળી પટાવતા શીખવાડાશે
2. બીનહવામા પતંગ ચગાવતા
3. ટુકલ ચગાવતા
4. દુરબીનથી કેવીરીતે જોવુ અને શુ જોવુ શીખવાડાશે
5. ચાર ફીરકી પર એક પતંગ ઉડાડતા શીખવાડાશે
6. જુલ લુટતા, પતંગ લપટાવતા
7. મારામારી કરી પતંગ ઝુટવતા.

ફીનું ધોરણ ફીક્સ છે ભાવતાલ કરવો નહી....સંપર્ક કરવા નીચેના નંબરે ફોન કરો,

ફોન નંબર : ૧૨૩૪૫૬૭૮૯૦

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111321540
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now