સરકારી નોકરીઓ અને ગ્રહોને છે સંબંધ, કરો આ કાર્ય મળશે આવી જોબ
અનેક લોકો ઈચ્છે છે કે સરકારી નોકરી મળે તો જિંદગી બની જાય. જો કે સરકારી નોકરી મેળવવી એ કોઈ સહેલું કાર્ય નથી. એટલું જ નહિં ચોક્કસ ગ્રહ યોગો હોય તો જ સરકારી નોકરી મળે છે. જો ભાગ્ય પ્રબળ હોય તો આસાનીથી સરકારી નોકરી મળી જાય છે. આજે જાણીએ કેવા ગ્રહ યોગો અપાવે છે આવી નોકરી…
સરકારી નોકરી સૂર્ય અને ગુરુ બે ગ્રહ પ્રબળ હોય તો જ મળે. સાથોસાથ શનિ પણ સશક્ત ભૂમિકામાં હોવો જોઈએ. જો કુંડળીમાં આ ત્રણ ગ્રહ પ્રબળ હોય તો વ્યક્તિ સરકાર સાથે સંકળાયેલો રહે છે. અને અનેક કિસ્સાઓમાં સરકારી નોકરીયાત પણ બને છે. જાણો કેવા ગ્રહ યોગો અપાવે છે સરકારી નોકરી….
1. કુંડળીમાં જો શનિ મજબૂત સ્થિતિમાં હોય
2. જન્મ કુંડળીમાં સૂર્ય દશમે ભાવે કે એકાદશ ભાવે મજબૂત સ્થિતિમાં હોય
3. કુંડળીમાં સૂર્ય ગુરુનો દ્રષ્ટિ સંબંધ થતો હોય
4. કુંડળીમાં સૂર્ય ગુરુની યુતિ થતી હોય
5. કુંડળીમાં મંગળ ગુરુની યુતિ થતી હોય
6. કુંડળીમાં ગુરુ શનિનો દ્રષ્ટિ સંબંધ થતો હોય
7. કુંડળીમાં પંચ મહાપુરુષ યોગ થતો હોય
8 . પિતાનો આદર ન કરવાથી સરકારી નોકરી સામાન્ય રીતે નથી મળતી.
9 કુંડળીમાં વિપરિત યોગ થતો હોય તો પિતાના મૃત્યુ થકી સરકારી નોકરી મળે છે.
10. જો ઘરની પૂર્વ દિશા સ્વચ્છ ન રાખતા હોય તો સરકારી નોકરી મેળવવામાં અવરોધ પેદા થાય છે.
11. જો સૂર્યની કૃપા હોવી અત્યંત જરૂરી, નહિં તો નથી મળતી સરકારી નોકરી
12.પીડિત શનિ અને રાહુ સરકારી નોકરી મેળવવામાં અવરોધ ઉભો કરે છે.
13. જો કુંડળીમાં ગ્હણ યોગ હોય તો પણ સરકારી નોકરી મેળવવામાં વિઘ્ન આવે છે.
14. જો કુંડળીમાં દસમા સ્થાન, છઠ્ઠા સ્થાન અને અગિયારમા સ્થાનના સ્વામી સારી હાલતમાં ન હોય તો સરકારી નોકરી નથી મળતી.
શું કરવાથી મળે સરકારી નોકરી
ઉગતા સૂર્યની નિત્ય પૂજા કરવી અને અર્ઘ્ય આપવાથી મળે છે સરકારી નોકરી.
નારંગી અને લાલ રંગના વસ્ત્રો કે રાચ રચિલાથી પણ થાય લાભ
તાંબાના વાસણ, ગોળ કે લાલ કે ઓરેન્જ રંગના વસ્ત્ર દાનથી થાય લાભ
માતા પિતાના રોજ ચરણ સ્પર્શ કરવાથી પણ થાય લાભ
રોજ ગાયત્રી મંત્ર કરવાથી તેમજ ગાયત્રી મંત્ર બોલીને જળ ચઢાવવાથી સરકાર તરફથી મળે લાભ
કુંડળી બતાવીને માણેક કે શુદ્ધ નીલમ ધારણ કરવાથી પણ સરકારી નોકરી મળે.
રોજ આદિત્ય હૃદય સ્તોત્ર અને ગુરુ સ્તોત્ર કરવાથી પણ મળે સરકારી નોકરી