ભીતર મંતર થઇ જવાનું કારણ શું હોય?
જાતથી છૂમંતર થઇ જવાનું કારણ શું હોય?
કૈંક કેટલીયે વેદનાઓ વેઠ્યા પછી પણ,
વંઠેલ વંતર થઇ જવાનું કારણ શું હોય?
વારંવાર ત્રાજવે તોલું છું હું ‘મને’, છતાં,
મારાથી અંતર થઇ જવાનું કારણ શું હોય?
કારણ શોધવા જઉ ત્યાં પીડા રણકી ઉઠે,
માણસ જંતર થઇ જવાનું કારણ શું હોય?
નીમુ'રા