હર્ષાવેશ....!!!
હૃદયધાત્રી..!!!
પ્રિયથી પણ પ્રિય... પ્રિયતમા...!!!
માય લવ... માય હાર્ટ...!!!
ચાલી આવ હવે વિના તારા અહીં બધું ખાલી લાગે છે. તારા આગમન માત્રથી હું ભરપૂર છું...
નહી તો મૃગજળ છું. કેટ કેટલા સપનાઓ તારી સાથેનાં જોયા છે. અન ગીનત, અન્નત અને કદાચ અક્ષમ્ય પણ...હું તો તારા વિના વેરાન ઉજ્જડ વગડામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમતા થોરના છોડ જેવો હતો. અહર્નિશ તને યાદ કરી ને પ્રયત્નશીલ રહેતો કે ક્યારેક તો તું મળીશ જ; એટલું પૂછવા તો જરૂર આવીશ કે શું કરે છે? કેમ છે? તારા એ પ્રશ્નોના જવાબ માટે જ તો સતત ઝઝૂમતો રહ્યો છું. તને પ્રેરણામૂર્તિ બનાવીને ઘણું બધું પામ્યો પણ ખરો.
અને...
એક દિવસ અચાનક તું વરસાદી બપોરે ટપકી પડી...!!! ખુશ થવું કે દુઃખી થવું? મને ઓળખી? તે આટલું જ પૂંછયું ને હું ભીતરથી ખળભળી ઉઠ્યો. હૈયામાં લાગણીના એવાં ફુવારા છૂટ્યા કે હું ભાવવિભોર થઇ ગયો. મારી સખી આવી... મારે માટે ખુશીઓની છોળો લાવી... ભવોભવ નું ભાથું લાવી...
પ્રિય હૃદયધાત્રી, તને સતત હૃદયમાં ધારણ કરી રાખેલી. ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી. એટલે નહીં કે તું આવીને મને મળી, પરંતુ એટલે કે તું સદાય સુખમાં રહે એ પ્રાર્થનાં ફળી. શરીરથી તું મને મળે એ મારે માટે ક્યારેય મહત્વનું હતું જ નહીં. તન મન અને ધનથી સદાય સુખી થા એવી અંતરમનથી સતત શુભકામનાઓ કરતો રહું છું.
ડિયર જિંદગી....
હું તને તો શું આપી શકું? અરે હું ખુદ તારો યાચક છું. તારે ખોળે બાળક બની હળવાશ અનુભવું એવી એક પળ મળે; તારો ક્ષણિક સ્નેહ મળે...
આ ભવે મળે ન મળે, આવતાં ભવ અચૂક મળે... મારે જરૂર છે તારા મક્કમ મનોબળ ની, દ્રઢ સંકલ્પ અને નિખાલસ નિર્મળ હાસ્યની.... તું મને એટલો શક્તિશાળી બનાવ કે હું સદાય તારો મજબૂત આધાર બનું.
ભલે તું મારા હાથ કે કપાળની રેખાઓમાં નથી; પરંતુ મારાં ડાબા પડખાં ની બખોલમાં હરહંમેશ સદાય તું જ રહેશે.
પ્રિય....
તારા રૂપથી આકર્ષાયો નથી એવું નથી પરંતુ તારા આંતર મન ને ચોકકસ ચાહ્યું છે. તારો પ્રેમાળ, હેતાળ સ્વભાવ, નિર્દોષ, નિખાલસ, નિર્ભેળ, નીર્લેપ હાસ્યમય પ્રકૃતિથી જ હું તારો બની ગયો હતો/છું. મારાં પર તારો પ્રભાવ છે એટલે તારો અભાવ તો સતત રહેશે જ. જીવનના અંતિમ શ્વાસ સુધી તારી સ્મૃતિ રહેશે....
એક જ વાક્ય માં કહું તો એટલું જ કે આજ સુધી કોઈ છોકરી, સ્ત્રી કે નારી ને પૂર્ણ પણે ચાહી હોય તો એ એક માત્ર તું જ છો...
લવ યુ યાર... મિસ યુ યાર...