Gujarati Quote in Blog by Ronik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે,
દોસ્ત, ઢળતી સાંજનો અવસાદ પણ શું ચીજ છે…

સેંકડો બાંધેલ સાંકળ જેમ ખેંચે છે મને,
જે તમે ના દઈ શક્યા એ સાદ પણ શું ચીજ છે…

એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં,
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે…

ખોતરે છે જન્મને જન્માંતરોની વેદના,
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે…

“મૃત્યુ” જેવા માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે…

એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ,
કોઈએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે…
Good morning
Jay shree Krishna

Gujarati Blog by Ronik : 111313234
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now