Gujarati Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તીડ ભગાવવા જનાર માસ્તરોએ નીચે મુજબ રજિસ્ટર બનાવવાનું રેહેસે
(૧) ભગાડવા ગયા ત્યારે સ્થળ પર હાજર તીડ ની સંખ્યા — નર માદા અને બાળકોની સંખ્યા કોલમ વાર બતાવવી
(૨) તીડ ના હુમલાના કારણો ? શું આ તીડ હુમલો પાકિસ્તાન નું કાવતરૂ છે ?
(૩) તમે તીડ ભગાડવા લઈ ગયેલ ઢોલ નો પ્રકાર અને તેના અવાજ ની તીવ્રતા ડેસિબલ માં જણાવવી
(૪) તમારી કાર્યવાહી ના અંતે તમે જિવતા પકડેલ તીડ ની સંખ્યા નર માદા અને બાળકો કોલમ વાર બતાવવી
(૫) સ્થળ પર મરી ગયેલા તીડોની સંખ્યા નર માદા અને બાળકો કોલમ વાર બતાડવા
(૬) ભાગી જવામાં સફળ થયેલ તીડો ની સંખ્યા નર માદા અને બાળકો કલમવાર બતાવવી
તીડ જિવતા ભાગી ગયા એ બદલ તમારી સામે ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી શા માટે ન કરવી તેનો ખુલાસો સિલબંધ કવર માં આપવો
(૭) ભવિષ્યમાં આવા તીડ ના હુમલા ના થાય તે માટે તમારા સુચનો

ઉપરની દરેક માહિતી માસ્તરોએ દૈનિક ધોરણે દફતરે કરાવવાની રહેશે અને એના ફોટા વિડીયો લઈ દસ્તાવેજી પુરાવા પણ રજુ કરવા ના રહેશે
આમ કરવા માં ચુક કરનાર માસ્તરો સામે ફરજભંગ અને બેદરકારીની કાર્યવાહી કરવા માં આવસે

Gujarati Shayri by બાબા સત્સંગી : 111312272
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now