Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરમાં પાઠ-પૂજા કરી વધેલી સામગ્રીનો આ રીતે કરો શુભ ઉપયોગ, સમૃદ્ધિ વધશે

આપણે સૌ ઘરમાં પાઠ-પૂજા કરતાં રહીએ છીએ. પણ જ્યારે આ પૂજા સમાપ્ત થઈ જાય ત્યારે તેમાં જે પવિત્ર સામગ્રી રાખી હોય તેને ક્યાં અને કેમ ઉપયોગમાં લેવી તેવા પ્રશ્ન આપણને સૌને સતાવે છે. તો આજે અમે તમારા મનમાં ઉઠતાં આ સવાલોના જવાબ આપીશું.

શ્રદ્ધા, આસ્થા અને તન્મયતાથી કરેલ પૂજા ખૂબ સાર્થક ગણાય છે પણ આ વાતને કદાચ લોકો જાણે છે કે વધતી કે શેષ રહી પૂજન-સામગ્રીથી પણ તમે સુખ સમૃદ્ધિ અને વૈભવ મેળવી શકે છે. દિવાળી , ગણેશોત્સવ કે નવરાત્રી કોઈ પણ દેવી-દેવતાની પૂજા સમયે જે સામગ્રી તમે થાળીમાં સજાવો છો , એ બાકી વધી જાય છે . મોટાભાગે તો લોકો એને વિર્સિજત કરી નાખે છે પણ જ્યોતિષાચાર્ય અને વિદ્વાનોના મુજબ એ સામગ્રીને ફેંકવું નહી જોઈએ પણ એને ઘર અલમારી પૂજા સ્થળ કે પોકેટમાં સંભાળીને વર્ષભર રાખવાથી ઘરમાં બરકત અને સુખ સમૃદ્ધિમાં લાભ મળે છે.

અક્ષત – પૂજન પૂર્ણ થતા જે અક્ષત થાળીમાં રહી જાય છે એને ઘરના ઘઉ કે ચોખામાં મિક્સ કરી નાખો. આથી ઘર હમેશા ધન -ધાન્યથી પરિપૂર્ણ રહેશે.

ચૂંદડી – એને ઘરની અલમારીમાં કપડાના સાથે રાખો જેથી માતાના આશીર્વાદથી તમે હમેશા નવા પરિધાન પહેરી શકીએ અને માતાની કૃપા તમારા પર પરિપૂર્ણ રહેશે.

ચાંદલા, મેહંદી – પૂજન પછી જે ચાંદલા કે મેંહદી રહી જાય છે એને કુમારી છોકરીઓ અને પરિણીત મહિલાઓને લગાવા જોઈએ. માન્યતા છે કે આથી કુમારીઓને યોગ્ય વર અને પરિણીત ને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

ગોળ-સોપારી,જનોઈ – પૂજન શરૂ કરતા પહેલા પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરાય છે પ્રતીકાત્મક રૂપથી ગણેશજીની સ્થાપના કરે છે. પાન પર કંકુથી સ્વાસ્તિક બનાવીને એના પર ગોળ સોપારી રાખી જનોઈ પહેરાવે છે પૂજન પછી એને લાલ કપડામાં બાંધીને રાખો જેથી ધનની બરકત થાય છે. સમૃદ્ધિ વધે છે.

નારિયેળ – ફોડીને પ્રસાદ વહેંચો. જો આમ ન કરવું હોય તો નારિયેળને હોમ -હવનમાં નાખી દો. નહીતર લાલ કપડામાં બાંધીને પૂજા સ્થાને રાખી શકાય છે.

રક્ષાસૂત્ર – પૂજન પછી રક્ષાસૂત્રને ઘરની અલમારી કે દુકાનની તિજોરીમાં બાંધી શકાય છે.

પુષ્પહાર – એને ફેંકો નહીં પણ ઘરના બારણા પર બાંધી દો. પુષ્પ હાર જ્યારે મુરઝાઈ જાય તો એને કુંડા કે બગીચામાં નાખી દો. તેમાંથી નવા છોડના રૂપમા આવી જશે.

કંકુ – કોઈ પણ દેવી દેવતાનું પૂજન કંકુ વગર અધૂરું છે. પૂજન પછી કંકુને મહિલાઓએ એમની માંગમાં લગાવો એનાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં જ્યારે પણ કોઈ નવી વસ્તુ ખરીદી હોય , ત્યારે એના પૂજન આ કંકુથી કરવાથી ધન વૈભવમાં વૃદ્ધિ થાય છે.

હોમ-હવનમાં ઘીનો ઉપયોગ કરતા વધ્યુ હોય તો તેમાં આખુ વર્ષ ભગવાનને દીપ કરો. આ ઘીને તમે કોઈ ગરીબને પણ આપી શકો છો. આવું કરવાથી તમારા ઘરમાં લક્ષ્મીની કૃપા વરસે છે.

વર્ષમાં એકવાર નારિયેળલો તેમાં એક કાણું પાડી દો. તેની અંદરનું પાણી કાઢી લો તેમાં લોટ અને ખાંડ ભરી દો. આ શ્રીફળ કોઈ સારી જગ્યા પર મુકી દો. આવું કરવાથી એક બ્રાહ્મણને જમાડ્યાનું પૂન્ય મળે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111311681
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now