Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શુકનશાસ્ત્ર પ્રમાણે સવારમાં કોઈનું મોં નહીં, પણ આ વસ્તુ જોશો તો દિવસ થશે ખરાબ

જેની સવાર બગડી તેનો દિવસ બગડ્યો એ વાત તો અનેકવાર સાંભળી હશે. પરંતુ શું તમે જાણો છો કે ખરેખર સવારમાં કેવી ઘટનાઓ બને તો તે દિવસમાં કંઈક અણધાર્યુ બનવાના સંકેત આપે છે ? જો ન જાણતાં હોય તો આજે જાણી લો કે શુકનશાસ્ત્ર પ્રમાણે સવારમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે તો તેને ખરાબ દિવસનો સંકેત સમજવો.

સવારમાં ઊઠીને તુરંત નજર સામે અરીસો જોવા મળે તેને અપશુકન માનવામાં આવે છે. તેમાં પણ જો તુટેલો અરીસામાં મોં જોવામાં આવે તો તે દિવસે બનતા કામ પણ બગડી જાય છે.

– બહાર જતી વખતે કોઈ વ્યક્તિ હાથમાં તેલ લઈને આવતી જોવા મળે તો તે પણ સારું શુકન નથી.

– સવારમાં ઘરની બહાર નીકળો અને જો કીચડમાં બેઠેલો કૂતરો દેખાય તો તે પણ સારું શુકન નથી.

સવારમાં જો આંખે કાણું વ્યક્તિ દેખાય તો તે સારા શુકન નથી.

– સવાર સવારમાં કૂતરા મૈથુન કરતા જોવા મળે તો તેને પણ દિવસ ખરાબ જવાનો સંકેત માનવામાં આવે છે.

– સવાર સવારમાં બાળકના રડવાનો અવાજ સંભળાય કે પછી બહાર નીકળો અને સામે રડતું બાળક મળે તો તે પણ અપશુકન છે.

કોઈ સારા કામ માટે જતા હોય અને બહાર ખાલી વાસણ કે કચરાપેટી જોવા મળે તો તે કામને ટાળી દેવું.

– સવારે ઘરની બહાર ગધેડો કે વાંદરો જોવા મળે તો તે પણ તે સારા શુકન નથી.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111310881
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now