ભાઈ
ભાઈનો પ્રેમ ઈશ્ર્વરનું વરદાન છે
સાચું પૂછો તો ભાઈ, માણસ નહિ ભગવાન છે
ભાઈની લાગણીમા જન્નતનુ દરેક રૂપ હોય છે
ભાઈ માં જ ગર્વનું દરેક સ્વરૂપ હોય છે
જે દરેક બહેન/ભાઈના દિલની ચાહત હોય છે
બહેન/ભાઈના મુસીબતમાં એક રાહત હોય છે
જે દરેક ની પાસે નથી હોતો
જે દરેકના કિસ્મત માં નથી હોતો
ભાઈ નથી અહેમિયત એ ભાઈ /બહેનને પૂછો
જેની પાસે ભાઈ નથી હોતો
ભાઈ જે ગુસ્સો પણ કરશે અને
તમે કંઈ બોલી પણ ન શકો
પણ એ જ ભાઈ જેને કંઈ થાય ત્યારે
તમે ખોટું બરદાશ પણ ન કરી શકો
બહેન કહે છે, કાયમ નથીરહેવાનો ભેગો
એની પણ જવાબદારી છે
પણ, વાત આવે મારી! ત્યારે,
ચુપ નથી રહેવાનો એ સમજદારી છે
બસ અઢી અક્ષર તણો આલેખ હોવો જોઇએ
છે શરત એની, ઈરાદો નેક હોવો જોઈએ
સંકટોમાં કામ આવે, હર ધઙી સાથે રહી;
લાખ મિત્રોમાં ,એવો એક ભાઈ હોવો જોઈએ
-Yashish.