અર્પવા
કશુંર ન લાવ્યો
ઉજળી. રાતે
પવન પ્રપાતે
માધવીના. ગરે ફૂલ
એવા એક બે આંસુ અમૂલ!
ચમનને. જીવન આપ્યું બહારે
કુસુમને આપ્યો મલકાટ ખાનગીમાં
બિંબ. પ્રતિબિંબ ઊઠયા મન દર્પણે
ને બજી ઊઠી હ્રદય બીન ખાનગીમાં
સાગરને સરિતાના અલગ નીર પણ
એકરંગી બની ગયા ખાનગીમાં
ઉષા રવિની પ્રણય ગોષ્ઠી નિહાળી
શશીએ આંખ મીંચી દીધી ખાનગીમાં
તારકોએ કિરણોની ચાદર ઓઢી લીધી
ને હસી ઊઠયું ગગન સારૂ ખાનગીમાં
મૃદુલ કર ફરી ઊઠયો તને
મહેકી ઊઠયા રોમરોમખાનગીમાં
જગતના સન્મુખ મુખે મૌન લઇને
કરી લીધી ઘણી વાતો ખાનગીમાં.