ઓ પ્યારા પુત્ર થજે તું......
ખોર્શેદ યઝદ સમાન તેજસ્વી ;
મોહર યઝદ સમાન શીતળ અને શાંત ;
તીર યઝદ સમો બનજે ઉદાર અને યશસ્વી ;
બહમન અમેશાસપંદ જેવો તું બનજે એક રક્ષક મહાન
અર્દીબેહશસ્ત અમેશાસપંદ જેમ જળી, આપજે રોશની સર્વને.
શેહરેવર જેવો બનજે, ધાતુઓ જેટલો તાકાતવર.
ખોરદાદ અમેષાસપંદ જેવો થજે તું સર્વ ગુણ સંપન્ન
કુળ, કોમ અને દેશનું નામ કરજે તું રોશન.
Armin Dutia Motashaw