તારી સાથે થતી વાતો એ ફક્ત વાતો નથી
પણ મારી માટે ખુશીનું બહાનું છે.
- અજ્ઞાત
----------------------------------------
એ ના ખબર પડી કે કયા થોભી જવું હતું
કંઈ કંઈ રૂપાળી મંઝીલો રસ્તામાં રહી ગઈ.
- અજ્ઞાત
----------------------------------------
દૂર જતા પહેલા મારી નસેનસ નિચોડી લેજે
ટીપેટીપામાં તું ના મળે તો બેશક મને છોડી દેજો.
- અજ્ઞાત
----------------------------------------
એની સામે તો લડી લેશું
જે ખુલ્લે આમ દુશ્મની કરે છે,
પણ એમનું શુ કરવું
જે લોકો હસીને દર્દ આપી જાય છે.
- અજ્ઞાત
----------------------------------------
મને તો ખીલવાની આદત છે
હું ક્યાં લજામણીનો છોડ હતો.
- (aashu)