ધારદાર શબ્દો તલવારથીય ભયંકર છે.
ઉતરે હૃદય સોંસરવા જાણે વિષધર છે.
નથી રુઝનારા શબ્દોના ઘા આજીવન,
એવી વાણી કરતાં મૌન એ બહેતર છે.
જખમ પર નમક ભભરાવવું દૃષ્ટનું કામ,
મનુષ્ય રુપે શૈતાન બધે જગજાહેર છે.
કોઈના આત્માને દૂભવવો પાપ છે મોટું,
આખરે અહીં ઈશ્વર પણ સચરાચર છે.
નથી ભૂલતો સમાજ સંતોને અને દૃષ્ટોને,
ભલે છોડે દેહ પણ કર્મ અજરઅમર છે.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.