Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કામ ક્યારેક બગડી જાય છે સહનશીલતા વિના.
મોડેમોડે સત્ય સમજાય છે સહનશીલતા વિના.

મતભેદ તો તાસીર છે સમાજની વર્ષોજૂની રહી,
ખુદનાં સ્વજનો દૂર થાય છે સહનશીલતા વિના.

છે જરુરત કેળવવાની " નમવું" ને " ખમવું" સમો જોઈ,
આપ્તજનો પણ અકળાય છે સહનશીલતા વિના.

ધીરજ અનિવાર્ય ગુણ છે જે સૌએ રાખવો ઘટે,
મૌન તોડીને પછી પસ્તાય છે સહનશીલતા વિના.

નથી જરુરી કે દરેક વાત દરેકને કહી જ દેવાની,
ઉરની ઓષ્ઠે કદી બોલાય છે સહનશીલતા વિના.

ક્રોધ માનવીને ઘડીભરમાં ન કરવાનું કરાવી દેતો,
સંબંધોમાં પૂર્ણવિરામ મૂકાય છે સહનશીલતા વિના.

ચૈતન્ય જોષી." દીપક" પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111304139
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now