વીતી ગયેલા એ સમય ની યાદ આજે બઉ જ પજવે છે ...
આ અધિરિયું દિલ હજુ પણ એમની વાટ માં તરસે છે...
ભારે થયેલી આંખ હજુ પણ એમની એક ઝલક જોવા તરસે છે..
નથી મળવાનું જે,એની જ શોધ માં વિશાલ અહીં-તહીં ભટકે છે.
અજાણ્યા માં થી જાણીતા થયેલા સબંધો ના એ દિવસો હૃદય માં હજુ પણ ધબકે છે..
અંગત માં થી એક જ પળ માં અજાણ્યા બની ગયા એ દિલ ને બૌ જ ખટકે છે...
લાગણીસભર સબંધો ના એ સારા દિવસો આજે પણ દિલ ના કોઈક ખૂણે યાદ બની વરસે છે..
નથી હયાત આજે એ સબંધ જિંદગી માં તેમ છતાં કેમ એમના હોવાનો અહેસાસ મુજ મન ને છેતરે છે..
જિંદગી ની હકીકતો થી થોડો નજીક જઉ છું ત્યાંજ એમની ગેરહાજરી ની હકીકત મુજ ને હેરાન કરે છે..
સમય સાથે બદલાતી લાગણીઓ અને સબંધો સાથે ના બદલી શક્યો હું ખુદ ને, મારી એજ ખામી મુજ ને હવે ખટકે છે..
નહોતી ખબર અધૂરા સ્વપ્નો ને પુરા કરવાની મથામણ માં, ખુદ થી જ આટલો દૂર જતો રહીશ , એજ સ્વપ્નો આજે ખટકે છે..
નહોતી ખબર સબંધો સાચવતા સાચવતા એક દિવસ , એજ સબંધો ને ખોઈ બેસીસ , જેને દિલ સૌથી વધુ સાચવે છે..
એકલા પડ્યા પછી આજે એક અહેસાસ મુજ આત્મા ને સૌથી વધુ હેરાન કરે છે..
સર્વસ્વ અર્પણ કર્યા પછી પણ અમુક સબંધો , નશીબ ની રેખાઓ ના ઈશારે જ ચાલે છે ...
-Vish..