Gujarati Quote in Poem by Tejal Vaghasiya .

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોકદિન દૈનિક ન્યુઝ પેપરમાં મારી કવિતા
??????

આદિત્ય

આદિત્ય આવ્યા અવની પર ધરા જગાડવા
કૃપા કરી સુર્યેશ્વરે ઓ મનવા જાગ તું લડવા

દૂર થયો અંધકારને દિન જાય છે નવો ચડવા
ઉપકાર કર્યો ઈશે મનવા નવા જન્મ જડવા

રવિ હશે જાગતા કુકર્મ આવશે નિત્ય નડવા
ના કરતો કર્મ ખોટા મનવા પીજે ઘુંટ તું કડવા

અતૂટ શ્રદ્ધા ઈશની તારી કદી ના દે એ તોડવા
મેળવે મારૂં કરીને મનવા ફરી જગમાં તું પડવા

કહેવા કહાની બાળને હશે કોઈ અહીં વડવા ??
તેજુ વિચારે ઈશને મનવા કેરા એને ઘાટ ઘડવા

તેજલ વઘાસિયા "તેજુ"(ઉમરાળી,જૂનાગઢ)
જય શ્રી કૃષ્ણ

Gujarati Poem by Tejal Vaghasiya . : 111300237
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now