મોંઘું ઈન્ટરનેટ, મોંઘા ટ્રાફિક મેમો, મોંઘી ડુંગળી, મોંઘા ટોલટેક્સ, મોંઘું પેટ્રોલ-ડીઝલ, મોંઘું શિક્ષણ, મોંઘા વેરાઓ, મોંઘા લાઈટબીલ, મોંઘા સ્ટેમ્પ, મોંઘા ભાડાઓ વગેરે તમામથી થાક્યા હોય તો સુરતમાં ભવ્ય કથાનું આયોજન થયેલ છે.
આ કથામાં સત્તાપક્ષના મોંઘેરા મહેમાનો આવશે, જેનું જોરદાર તાળીઓ પાડીને સ્વાગત કરવાથી તમામ દુઃખ સહન કરવાની દિવ્ય શક્તિ પ્રાપ્ત થશે.
તો સંસારના સઘળા દુઃખો સહન કરવાની દિવ્ય સહનશક્તિ પ્રાપ્ત કરવા કથાનો લાભ અવશ્ય લેવો.