*અતિરેક*. લેખ... ૨-૧૨-૨૦૧૯
આજના સોશ્યલ મીડિયા નો અતિરેક એટલો વધી ગયો છે કે એની આડઅસર આજના બાળકો પર પડે છે... કારણ કે માતા-પિતા જ એટલો બધો મોબાઈલ નો ઉપયોગ કરે છે એટલે એ જોઈને બાળકો પણ એ જ અનુકરણ કરે છે અને પછી શિખવાનું અને ના શિખવાનું શિખે છે... આમાં પછી એમ કહો કે બાળકો ભણતાં નથી તો ક્યાંથી ભણે ??? આપણાં ઘરનો માહોલ આપણે જ બગાડી મુક્યો છે.... પહેલાં તો સવાર સુંદર પ્રભાતિયાં થી જ ચાલું થતી અને વડીલો પણ બાળકો ની ભણતર,ગણતર ની પ્રવૃતિ માં રસ લેતા હતાં... અત્યારે તો માતા પિતા એટલાં મોબાઈલ માં હોય છે કે એમનું બાળક શું કરે છે???અને શું ખાય છે??? કોની જોડે રમે છે??? એ પણ જાણતાં નથી... અરે હદ તો ત્યારે થાય ઘણાં ઘરોમાં પિતા ને તો એ પણ ખબર નથી કે એમનું સંતાન ક્યાં ધોરણમાં ભણે છે.... કારણ કે દિવસે નોકરી અને બાકીનો સમય મોબાઈલ વાપરવામાં જાય છે... હવે તમે જ કહો આજના બાળકો એ દેશ નું ભવિષ્ય છે પણ કેવું??? સમાજ, દેશ માટે પણ દરેક માતા-પિતાની ફરજ છે કે બાળકો ને સાચું અને સારું જ્ઞાન આપે.... કોઈ ફોજી શહીદો થાય ત્યારે દુઃખ ભરી પોસ્ટ મુકવી કે વ્યર્થ ચર્ચા કરવી એનાં કરતાં બાળકો ને સાચું અને સારું જ્ઞાન આપી એક સારા નાગરિક બનાવો એ પણ દેશસેવા જ છે અને આટલું તો કરી જ શકો છો ને??? થોડો મોબાઈલ નો ઉપયોગ ઓછો કરીયે અને બાળકો ને ગમ્મત સાથે જ્ઞાન આપીને સાચાં ખોટાં નો ફર્ક સમજાવીએ... નહીં તો હવે પછી ની પેઢી નું ભવિષ્ય અંધકારમય છે આ મોબાઈલ ના અતિરેક થી...
અને આની અસર તમે રોજ બરોજ જોતાં જ હશો સમાચાર, ન્યુઝ પેપરમાં, તો જો તમારામાં એક ધબકતું દિલ હોય અને માણસાઈ હોય તો જાગો અને સમાજ અને દેશ ની રક્ષા કરવા પણ મોબાઈલ નો વપરાશ અમુક સમય પૂરતો મર્યાદિત રાખો એવી મારી વિનંતી છે.... ?બાકી આ સોસયલ મિડિયા ના અતિરેક થી કેટલાના ઘરોમાં અંધકાર છવાઈ ગયો અને કુમળી બાળાઓ અને દિકરીઓ વાસનાની બલી ચઢી ગઈ.... ? ? આપણે આપણાં ઘર થી જ શરૂઆત કરીએ.... એવી એક અપીલ કરું છું.... કોઈ ને દુઃખ થાય તો માફ કરજો... ? પણ વિચારો... સલમાન ખાને એક પિક્ચર માં કહ્યું હતું ને કે તમે ત્રણ જણને કહજો... આવુ એક ચેનલ આપણે પણ ચાલુ કરીને આ દેશ અને સમાજ અને દિકરીઓ ની રક્ષા માટે આપણાં ઘરથી જ શરૂઆત કરીએ... બધું જ કાયદા પર ના છોડીએ... ગમે તો શેર કરજો અને બીજા ને પણ વંચાવજો.... ???
ભાવના ભટ્ટ અમદાવાદ.....