આ કેન્ડલ આંદોલનના નકામા દેખાડા છોડી માનવ
માં સીતા સામે રાવણ જેવું શીલ રાખી બતાવો..
કરો તેવું ભરો કહી જીવતા એ પાપીને જલાવો
જલે કોઈ નિર્ભયા દામિની એ પહેલાં અટકાવો..
દેખાય છે હવસખોર એકેક શારીરિક યાતનામાં
માનસિક છેડનારાનેય પકડી સજા આકરી અપાવો..
પ્રેમ નામે ઈજ્જત લાગણીનો થાય છે બળાત્કાર
નિર્દોષ જિંદગીને પિંખતા એ હેવાનને કોઈ થોભાવો..
આજ કોઈની દીકરી તો વારો કાલ તારી કુંવરીનો
કર્મની ન્યારી ગતિ કેવી એને છેલ્લીવાર સમજાવો..
માનસી પટેલ "માહી"