Gujarati Quote in Story by Bharatsinh R Sisodiya

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શેણી વિજાણંદ
વિજાણંદ આડો વીંજણો,શેણી આડી ભીંત
પડદેથી વાતૂં કરે,બાળાપણની પ્રીત

જંતર મોટે તૂંબડે,બતરીસે ગમે
છતરીશ લાવણ રમે વિજાણંદ ને ટેરવે

હરણાં તારી ડોકમાં ઘડાવૂ ઘૂઘરમાળ
સોને મઢાવૂં શીંગડી,વિજાણંદ પાછો વળ્ય

વરસ વળ્યાં વાદળ વળ્યા,ધરતી લીલાણી
(એક)વિજાણંદને કારણે શેણી સૂકાણી

ચડ ટીંબા,ચડ ટેકરી,ચડ ગૂંદારી ધાર
ઓઝત ઉછાળો લઈ વિજાણંદ પાછો વાળ

વિજાણંદ ની વરમાળ,બીજા ની બાંધૂ નહિ
ચારણ હોય લખચાર તને બાંધવ કહી બોલાવીયે

મારગ-કાઠે મઢી કરૂ,લઉં જોગણ ના વેશ
ગોતૂ દેશ-વિદેશ કોઈ વાવડ દ્યો વિજાણંદ ના

જંતરવાળો જૂવાન,ભાલમાં ભૂલો પડ્યો
સગડે પાડૂ સાદ,વાવડ દ્યો વિજાણંદ ના

લાલ સૂરંગી ધોતિયે,કેસર ભીને વાન
હાલ્યો જાતો હાટડે,જંતરવાળો જૂવાન

ખેતર પાક્યૂ પોંક થિયો,મન બેઠૂં માળે
અધવશ મેલ્યાં એકલાં,હાલ્ય હૈડા હેમાળે

હાડ હેમાળે નવ.ગળ્યા,સોહામણ શેણીના
(તેથી) કાસા કરે પૂતળે પરણેવા પડ્યાં

હાડાં હેમાળે ગળિયા જે ગૂડા લગે
વિજાણંદ વળે,ઘણમૂલા જાને ઘરે

વળ વળ વેદાની!(તૂ) પાંગળી હોય તોય પાળશૂ
કાંધે કાવડ કરી (તને) જાત્રા બધી જુવારશૂ

વળૂ તો રહૂં વાંજણી,મૂવાં ન પામૂ આગ
ઓલૂકો અવતાર વણસાડ્યો વિજાણંદા

ગળીયૂ અરધૂં ગાત્ર,અરધામાં અરધું રિયુ.
હવે મસળતા હાથ,વિજાણંદ પાછા વળો

વિજાણંદ જંતર વગાડ!હેમાળો હલકૂ દિયે
મોહ્યા માછલમાર,માછલીયૂ ટોળે મળે

જંતર ભાંગ્યૂં જડ પડી, ત્રુટ્યો મોભી ત્રાગ
વેદાની શેણી હલ ગઈ,જંત્રી ન કાઢે રાગ

ભૂખે ખાધાં ભાત,પેટ ભરી પામર જી
શેણી જેવો સાથ,વિજાણંદ મેલી વળ્યો.

Gujarati Story by Bharatsinh R Sisodiya : 111298498
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now