Gujarati Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું ચાલી રહ્યું છે ગુજરાત અને દેશ માં...
૧. સુરતમાં દુષ્કર્મ
૨. વડોદરામાં સગીરા પર સામુહિક દુષ્કર્મ
૩. રાજકોટમાં ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ
૪. હૈદરબાદમાં દુષ્કર્મ
૫. દાહોદમાં એક જ પરિવારના ૬ વ્યકિતની નિર્મમ હત્યા
૬. તળાજામાં કસ્ટોડિયલ ડેથ
૭. બિનસચિવાલય પરિક્ષાને લઈ વિદ્યાર્થીઓ રોડ પર
૮. ખેડુતો પાકવિમા માટે પરેશાન, ન્યાય માટે વલખા
૯. રાજકોટ નિશાળમાંથી દારૂ મળ્યો
૧૦. નિત્યાંનંદ આશ્રમના ગોરખધંધા
૧૧. સુરત ડભોલીમાં મર્ડર
૧૨. જામનગર અને અમદાવાદમાં ફાયરિંગ

આ તમામ બાબતો છેલ્લા ૪૦ કલાકની છે ત્યારે કેટલાક સવાલ ઉભા થાય છે.
૧. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી શું ?
૨. સરકાર શું કરી રહી છે ?
૩. વિપક્ષ કેમ નિંદ્રાધીન છે ?

શા માટે ગુજરાતમાં આવુ ચાલી રહ્યું છે એના પર મનોમંથન થવુ જરૂરી છે, ગુજરાતની અસ્મિતાને ગુનાખોરીનું ગ્રહણ લાગી ગયુ છે, દારૂબંધી સદંતર નિષ્ફળ રહી છે, ખેડુતોની હાલત અત્યંત દયનિય બની રહી છે, પરિક્ષાઓ વિશ્વાસનિય નથી રહી, શિક્ષણનું સ્તર કથળી રહ્યુ છે, શિક્ષણનુ ખાનગીકરણ થઈ રહ્યુ છે, કૌભાંડોની હારમાળા સર્જાઈ છે, ટ્રાફિકના કાળા કાયદાથી કરોડોના ઉઘરાણા, વિમા કંપનીઓના કરોડોના કૌભાંડ સામે તંત્ર અને સરકારનું ભેદી મૌન છતા આવા વિપરીત સંજોગોમાં સત્તાપક્ષ અને વિપક્ષ માત્ર આરોપ પ્રત્યારોપમાંથી બહાર નથી આવતો.

સરકાર અને વિપક્ષ આક્ષેપ ~ પ્રતિઆક્ષેપ કરવાનુ બંધ કરી નકકર પગલા ભરે તો સારી વાત છે, બાકી આ તમામ બનાવો માટે સરકારે જવાબદારી સ્વીકારી નકકર પગલા ભરવા જોઈએ.

Gujarati Shayri by બાબા સત્સંગી : 111298269
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now