Gujarati Quote in Romance by Chaitanya Joshi

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવે તો આભ અવની પણ મળી ચૂક્યાં ચાલ ક્ષિતિજે જઈએ.
એક હું અને તું આવ્યો અવસર ભૂલ્યાં ચાલ ક્ષિતિજે જઈએ.

હૈયું તારું હૈયું મારું છે ઢબૂરેલી કેટકેટલી વેદનાઓથી ભરપૂર,
ઘૂઘવતા આ સાગર ઉતંગ પાછાં વળ્યાં ચાલ ક્ષિતિજે જઈએ.

પ્રકૃતિ પણ જોને પ્રેમ કરે છે સંધ્યા સમે થઈ જઈને કેવી રાજી!
જોતો ખરા વ્યોમ વસુધા ત્યાં કેવાં મળ્યાં ચાલ ક્ષિતિજે જઈએ.

પક્ષીઓ પણ કરી કિલ્લોલને સંધ્યા પણ ગુલાલ ઉડાડી રહી,
એ પણ ધરાગગન મિલન જોઈ હરખ્યાં ચાલ ક્ષિતિજે જઈએ.

કરાંગુલિ એકમેકમાં પરોવી એક નવલી જ સફરને આદરીએ,
હળવા થઈને એ હેત વહાવીને પુલક્યાં ચાલ ક્ષિતિજે જઈએ.


ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Romance by Chaitanya Joshi : 111297560
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now