Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિશાને મળવા જાય છે સંધ્યા.
સજીધજી હરખાય છે સંધ્યા.

દિવસરાતને છે જોડતીકડી એ,
સૂર ડૂબતાં પ્રગટાય છે સંધ્યા.

જાણે રજનીરાણીને વધાવતી,
લાલિમા થકી શરમાય છે સંધ્યા.

રંગવૈવિધ્યે આભ શણગારતી,
શશિ પરખી મલકાય છે સંધ્યા.

ઉષાની સગી અનુજા આખરે,
પ્રકૃતિથી આવકારાય છે સંધ્યા.

ચૈતન્ય જોષી " દીપક " પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111296874
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now