તું તારા 'સ્વ' ને મળી જો.
તું તારા હૈયા ની વાત જાણી જો.
તું તારા હૈયા ની વાત તારા અધરે લાવી જો.
તું તારા શબ્દો ને વાચા આપીજો.
તું તારા અહમ્ ને ઓસરી જો.
હું તારા માં મારા 'સ્વ' ને વિસરી જઈશ.
હું હું નહીં હોવ, તું તું નહીં હોય.
આપણે એકમેક માં એક જ હોય શું.
તું માત્ર તારા 'સ્વ' ને મળી જો.
- પરિમલ .