માઇક્રોફિક્શન 
     *"રુકમણી"*
શયનકક્ષ માટે ક્રિષ્નાનું મોટું પોસ્ટર લેવાના વિચારે અભિનેત્રી રુકમણી હરખથી મોલમાં પ્રવેશી,  પણ બધા પોસ્ટરમાં *"રાધાક્રિષ્ના"*! 
એ મનમાં ને મનમાં ઘૂઘવાઇ.  આજે તો નિવેડો લાવ્યે જ છૂટકો!
ગાડીમાં બેસતાં તેનું ધ્યાન પોતાની જ ફિલ્મની જાહેરાતનાં હોર્ડિંગ તરફ ગયું,  ત્યાં પણ એક તરફ એ, એક તરફ રાધા અને વચ્ચે ક્રિષ્ના, 
એણે આક્રોશથી મોબાઈલ જોડ્યો,  "ક્રિષ્ના , જ્યાં હો ત્યાંથી જલદી ઘરે પહોંચો. 
મોડું થશે એમ? 
ફોન મૂકીને તરત નીકળો નહી તો *"રાધાના"* સમ!