*ભારતીય સંવિધાન*
*આમુખ*
અમે, ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક રાજ્ય રાખવા અને તેના તમામ નાગરિકોને ન્યાય-સામાજિક, આર્થિક તથા રાજકીય: સ્વતંત્રતા-વિચાર, વાણી ધર્મ અને પૂજા: સમાનતા-દરજ્જાની તથા તકને: અપાવવા અને સૌમાં વ્યક્તિનું ગૌરવ તથા રાષ્ટ્રની એકતા અને અખંડદિતતા સિદ્ધ કરનાર ભાતૃભાવ પ્રેરવાં કૃતનિશ્ચયી થઈને *આજ તારીખ 26 નવેમ્બર* *1949* નાં દિને અમારી બંધારણસભામાં આ બંધારણ અંગીકૃત, અધિનિયમિત તથા આત્મર્પિત કરીએ છીએ...
*૭૦ માં ભારતીય સંવિધાન ઉજવણીની આપ સૌને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવીએ છીએ*
*જિલ્લા કાનૂની સેવા-સત્તામંડળ, મહિસાગર-પંચમહાલ*