Gujarati Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વર્ષોથી આપણે ગુજરાત સરકારને ટેક્સ આપીએ છીએ અને...

આપણે ચુકવેલા ટેક્સના બદલામાં સરકાર પાસેથી લાચાર ખેડૂતની લાશ,
મજબુર રત્નકલાકારની લાશ, તક્ષશિલાના વિદ્યાર્થીની લાશ,
બીઆરટીએસ અકસ્માતની લાશ,
પોલીસ કસ્ટડીમાં મોતની લાશ,
પોલીસ ગોળીબારમાં લાશ,
આત્મહત્યા કરતા પોલીસની લાશ,
શાળા પ્રવાસની બાળકોની લાશ,
બુટલેગરોના હાથે મરતા નિર્દોષની લાશ,
લઠ્ઠાકાંડની લાશ,
રખડતા ઢોરની અડફેટે આવતા વ્યક્તિની લાશ,
રોડના ખાડામાં અકસ્માતની લાશ,
ગુંડાઓ દ્વારા ખુનની લાશ..લાશ લાશ લાશ લાશ અને લાશ જ મળે છે.

ટેક્સના બદલામાં લાશ મળે વળી પાછું "ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી લાશ નહિ લેવામાં આવે" વગેરે પ્રકારે લાશ ઉપર પણ આંદોલન કરવાના ત્યારે માંડ લાશની અંતિમવિધિ કરી શકાય.

આપણે સરકારને ટેક્સ આપીએ અને સરકાર આપણા માણસની લાશ આપે છે.

દોસ્તો! ક્યાં સુધી ગુજરાતની લાશની રાજનીતિને સહન કરશો?? હજુ કેટલી લાશો સુધી આપણે આ સરકાર સહન કરીશું??

તમને ગુસ્સો નથી આવતો?

Gujarati Shayri by બાબા સત્સંગી : 111295376
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now