Gujarati Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અન્ય રાજ્યોના પરિણામ અને સીટ્સ અને ટકાવારી જોતા એવું લાગે છે કે આ ગુજરાત સરકાર માટે ચેતવણી છે.સ્થાનિક પ્રશ્નોમાટે રામમંદિર કે ૩૭૦ ના મુદ્દાઓ ચાલશે નહીં .સરકારે રોડની બદતર હાલત..શિક્ષણમાં ભરતીની શિથિલતા..આખા ગુજરાતમાં રખડતા પશુઓનો પ્રશ્ન બાબતે નક્કર પગલાં..વોટર મેનેજમેન્ટ...સ્વચ્છતા અભિયાનના નામે મીંડું... પાણીની બેફામ ચોરીનું દુષણ..ઝેર ઓકતા વાહનો..સહિયારી ભેંશ ને જીવડાં પડે એમ ભેળસેળીયાઓને ખુલ્લો દોર અને દાખલારૂપ સજાની જોગવાઈ ના અમલની નબળાઈ..જે હવે ખુલ્લેઆમ દેખાઈ રહ્યું છે.ટેક્સ ભરનાર વર્ગ અતિશય નારાજ છે..ખેરાત કરવાથી ચૂંટણી જીતી નહીં શકાય..જાગો તો સારું છે..અન્યથા કેન્દ્ર માં બીજેપી અને રાજ્યો માં બીજા પક્ષો..ભયાનક ઘર્ષણના એંધાણ છે..બંગાળ..એમ પી.રાજસ્થાન અને છેલ્લે મહારાષ્ટ્ર ના ખેલ...હજુ બધા ધારાસભ્યો પાસે સમય છે પોતાના મતવિસ્તારમાં જઈને વાસ્તવિકતા જોવાનો અને નક્કર પગલાં લેવાનો..

Gujarati Shayri by બાબા સત્સંગી : 111295149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now