સફર
ભાગ ૨
(આગળ)
ચંપ્પલ કાઢીને તે દાદી પાસે જઈ બેઠો.દ્વિધા માં જોઈ દાદીએ ઈશારાથી પૂછ્યું ,”કાંઈ જોઈએ છે?”નાનો હતો તો જુઆન લાડ કરી પૈસા માંગી જતો ને ભગવાનના પ્રસાદમાંથી કાજુની વાડકી ઉઠાવી જતો.પણ છેલ્લા બે ત્રણ વરસથીતો એ દાદીને સાંજે જ મળતો ઘણાં સમય પછી મંદિરની ચોખટ પર આવ્યો હતો.”ના” કહી તે દાદી પાસે બેઠો ને પ્રશ્ન કરી ઉઠ્યો,”શું દાદી ભગવાનને પ્રાર્થના કરવાથી બધુ જ પ્રાપ્ત થાય?” તેના આ પ્રશ્ન થી આશ્ચર્ય જરૂર થયું પણ દાદીએ કહ્યું,”ખરા દિલથી જો માંગીશ ને સ્વાર્થ વગર,નિસ્વાર્થ ભાવનાથી તો જરૂર ભગવાન તારી પ્રાર્થના સાંભળશે.”જુઆન દાદીના ગાલ પર ટપકી મારી લાડ દર્શાવી ત્યાંથી પહેલાની જેમ કાજુની વાડકી ઉઠાવી ને ડાઈનીંગ ટેબલ પર બેઠો.આજ પહેલા ન તો ઘરના માણસોએ કે નોકરોએ જુઆનને આટલો વહેલો ઊઠેલો કે નાસ્તો માંગતો નહોતો જોયો.પિતાના ને માતાના અચાનક મૃત્યુ પછી પણ તે અલ્લડ જ હતો,પણ દર્શી ને મળ્યા પછી આ બદલાવ તેને પણ આશ્ચર્ય માં મૂકી દીધો કે પોતે શું કરવા માંગે છે? વહેલો દફતરે પહોંચ્યો ને સ્ટાફના આશ્ચર્ય વચ્ચે કામની મન મૂકી શરૂઆત કરી.મુનીમ લાભશંકરજી એ સાહેબના ફોટા સામે બે હાથ જોડ્યા.
નવા પ્રકરણની શરૂઆત જુઆનના જીવનમાં શરૂ થઈ ગઈ. બીજી બાજુ દર્શી પણ નવી ઉષ્મા પ્રાપ્ત થઈ તેમ થોડી સ્ફૂર્તિ માં લાગી.આંખમાં ચમક આવી પણ કોઈ જુએ નહિ તેમ તે વર્તવા લાગી.મનમાં થતું કે આજે પણ જુઆન મળે તો સારૂ.અચાનક જ તે સોહના ફોટા તરફ વળી ને જાણે શું થયું કે તે રસ્તો બદલી ને ઓફિસે જશે એ નિર્ણય લઈ ચાલવા લાગી.
(ક્રમશ:)
જયશ્રી પટેલ