Gujarati Quote in Quotes by Rakesh Chavda

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

? *વહેંચણી - એક ઉત્તમ નિર્ણય...*

વડીલ : મગનભાભા
મોટો છોકરો : રાકેશ
વચલો : સુરેશ
નાનો : મુકેશ

*રાકેશ -*
"બાપા ! પંચ આવ્યું છે, હવે વહેંચણી કરો. "

*સરપંચ -*
"જો ભેગા રહેવું ફાવતું ન હોય તો છોકરાઓ ને ભાગ પાડી દયો ઇ હારુ..,
હવે તમે કયો કે કયા છોકરા હારે તમે રેવાના ?"

(સરપંચે મગનભાભા ને પૂછ્યું. )

*રાકેશ -*
"અરે એમાં હુ પૂછવાનું, ચાર મહિના મારે ન્યા, ચાર મહિના વચલા ને ન્યા ને ચાર મહિના નાનકા ને ન્યા રેશે "
*બાકી ના બે છોકરા -* હા ઠીક છે... હાલશે અમારે..

*સરપંચ*
" હાલો ત્યારે, ઇ પાકુ થઈ ગ્યુ,હવે ઘર જમીન ના ભાગ કરીએ !"

*મગનભાભા*
(અત્યાર હુધી ઉપર આકાશમાં આંખ્યું માંડીને બેઠા હતા.
અચાનક જોરથી રાડ પાડી બોલ્યા....)
"હેની વહેંચણી..?
"હેના ભાગ...?
"હેં..."
"ભાગ હુ પાડીશ, વહેંચણી હું,તમારો બાપ કરીશ,
આ ત્રણેયે પેરેલા કપડે મારા ઘરમાંથી નીકળી જાવાનું છે.."
"ચાર ચાર મહિના ની પાળીમાં, વારાફરતી મારા ઘરે આવીને રેવા આવવાનું,
અને બાકીના મહિનાની વ્યવસ્થા જેને જેમ પોહાય એમ કરી લેવી ...."

*"સંપત્તિનો માલિક હું છું "*

ત્રણેય છોકરાઓ અને પંચની બોલતી બંદ થઈ ગઈ, મગનભાભા ની વહેંચણીની નવી ભાતની રીત હામ્ભળીને ઘણા ગલઢેરાઓની આંખ્યું પણ ખુલી .

*આને કેવાય નિર્ણય..*

*વહેંચણી છોકરાઓએ નહિ,*
*માબાપ એ કરવી...*

? ?

Gujarati Quotes by Rakesh Chavda : 111293882
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now