તારું મનમોહક વ્યક્તિત્વ યાદ આવે કાન્હા!
ને માનસ સૃષ્ટિમાં ગોકુલ- વૃન્દાવન ખડાં થઈ જાય !
આકાશ અને ધરતી ને જોડતું એક મેઘધનુષ્ય રચાઈ જાય
ને વાંસળીના સ્વરથી વાતાવરણ ગોરંભાઇ જાય,
અણપ્રીછી આહ્લાદકતા હૃદયને તરબતર કરી જાય!
*************
આજે ઝીણાં મોતીનું કામ કરતાં નરસિંહ મહેતા ની રચના યાદ આવી, "આજ રે કાનુડે વાહલે અમશું અંતર
કિધો રે રાધાજીનો હાર હરિએ રુક્મિણીને દીધો રે"
અને "જળ રે જમુનાના ઝીલતાં જી રે શામળિયા, મને મોતીડું લાગ્યું હાથ કે નંદજીના નાનડિયા" અને
અંતરપટમાં આ શબ્દો અંકાયા