Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુટુંબમાં દરેકની સાથે હળીમળીને રહેવાની એક મઝા છે.
ક્યારેક થતાં મતભેદમાં થોડુંઘણું વળી સહેવાની એક મઝા છે.

સંપ, સલાહ, સહકારથી દીપી ઊઠે છે ઘર આપણું વખતે,
ક્યારેક જાણ્યા છતાં અજાણ્યા જેમ થવાની એક મઝા છે.

મુસીબતની થાય છે વહેંચણી સંયુક્ત કુટુંબમાં સંજોગોથી,
ક્યારેક ગળી જઈ વાતને કશું પણ ન કહેવાની એક મઝા છે.

મળી જાય મન એકબીજાનાં તો સ્વર્ગ સમાન બની જાયને,
ત્યાગીને ભોગવી જવામાંને તટસ્થતા ધરવાની એક મઝા છે.

માતપિતાની બની જાય છે છત્રછાયા કુટુંબના શિર ઉપરને,
જોઈ લેવા કરતાં પરસ્પરને પામી સમજી લેવાની એક મઝા છે.

ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111292860
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now