આપણને લાગતો ખાલીપો એ ખાલીપો હોતો જ નથી એ આપણી જાત સાથે વાત કરવા માટે મળેલો સમય હોય છે.બાકી આ અપાર વિશ્વમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો આપણી સાથે જ હોય છે.આપણને કોઈની વાતનો ફેર નથી પડતો એ આપણી ફક્ત માન્યતા હોય શકે, તથ્ય તો ન હોય શકે કારણ કે એક અજાણી વ્યક્તિ આપણી સામે માત્ર જોતી જ હોય તો પણ આપણે કેટલું બધું વિચારે ચઢી જતાં હોઈએ છીએ.એક અજાણી વ્યક્તિના જોવાથી જો આટલો ફરક પડતો હોય તો જાણીતા લોકોની વાતથી,એમના વર્તનથી કેટલો ફર્ક પડતો હશે??આપણા દરેકના જીવનમાં એવા સંબંધો હોય છે જેને મળીને, વાતો કરીને એક અલગ જ ઉમળકો થાય!!