આજ ફરક્યું અંગને આવ્યાં તમે.
હોય આતમ સંગને આવ્યાં તમે.
શું પ્રતીક્ષા મેં કરી છે જો ધરા,
નભ સજે છે રંગને આવ્યાં તમે.
નૈનની ભાષા બધી સમજાઈ ગઈ,
સૌ બને છે જંગને આવ્યાં તમે.
પ્રેમની હું માનતો દેવી કદી,
રૂપ જાણે ગંગને આવ્યાં તમે.
ના તમન્ના છે કશું પણ પામવા,
હર્ષ અંગેઅંગને આવ્યાં તમે.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.